નાના અંગિયામાં નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો: 145 દર્દીઓને સારવાર અને દવા અપાઇ.
નાના અંગિયામાં નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો: 145 દર્દીઓને સારવાર અને દવા અપાઇ.
Published on: 04th December, 2025

ભુજ અંધજન મંડળ દ્વારા ઉમા ભવન, નાના અંગિયામાં નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો. રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મોતીયા, ઝામર સહિત આંખના દર્દોની તપાસ કરાઈ, દવા-ટીપાં મફત અપાયા, રાહત દરે ચશ્મા અને ઓપરેશન માટે માર્ગદર્શન અપાયું. કેમ્પમાં 145 દર્દીઓએ નિદાન કરાવ્યું, 22ના ઓપરેશન થશે, 30ને રાહત દરે ચશ્મા અપાયા. હસરાજ કેસરાણી, મોહન પારસીયા સહિતના હાજર રહ્યા. અંધજન મંડળ K.C.R.C.નો સંપર્ક કરવા જણાવાયું.