ક્ષતિથી શક્તિ સુધી – અન્વીની પ્રેરણાદાયક કથા.
ક્ષતિથી શક્તિ સુધી – અન્વીની પ્રેરણાદાયક કથા.
Published on: 02nd December, 2025

આ ડાઉન સિન્ડ્રોમ ધરાવતી અન્વી ઝાંઝરુકિયાની વાર્તા છે, જે રબર ગર્લ તરીકે ઓળખાય છે. માતા-પિતાએ તેની શક્તિને ઓળખી અને તેને યોગમાં પ્રોત્સાહન આપ્યું, જેનાથી તેની દવાઓ પરની નિર્ભરતા ઘટી ગઈ. દિવ્યાંગ હોવા છતાં, અન્વીએ યોગ દ્વારા જીવનમાં સફળતા મેળવી અને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીત્યો. દિવ્યાંગ દિવસ નિમિત્તે, દિવ્યાંગજનોની ક્ષમતાઓને ઓળખો અને સ્વીકારો. 'સિતારે જમીન પર' ફિલ્મની જેમ, દરેક વ્યક્તિનું પોતાનું આગવું NORMAL હોય છે.