વઢવાણ-કોઠારીયા રોડ પર ગંદા પાણીનો ભરાવો
વઢવાણ-કોઠારીયા રોડ પર ગંદા પાણીનો ભરાવો
Published on: 03rd June, 2026

વઢવાણથી કોઠારીયા રોડ પર બાપા સીતારામની મઢુલીથી CNG પેટ્રોલ પંપ તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીના ભરાવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. સીએનજી પેટ્રોલ પંપની સામે સતત વહી રહેલા દૂષિત પાણીને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી પડે છે. ગંદકી અને અસહ્ય દુર્ગંધથી લોકો પરેશાન છે. મચ્છરો અને અન્ય જીવજંતુઓનો ત્રાસ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. વાહનો પસાર થતી વખતે ગંદુ પાણી ઉડવાના કારણે રોજ ઘર્ષણ થાય છે. આ દૂષિત પાણીના સ્ત્રોતની તપાસ અને ગટર લાઇન લીકેજ કે અન્ય કારણોની તટસ્થ તપાસ જરૂરી છે.