અમરેલી ગીર પૂર્વમાં ગર્ભમાં બચ્ચાના મોત બાદ સિંહણનું પણ મૃત્યુ
અમરેલી ગીર પૂર્વમાં ગર્ભમાં બચ્ચાના મોત બાદ સિંહણનું પણ મૃત્યુ
Published on: 04th June, 2026

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જ હેઠળના લુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાં એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગના દાવા મુજબ, સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં બચ્ચાનું મોત થતાં તેનું પણ મૃત્યુ થયું. આ ઘટનાએ વનવિભાગની સિંહોની સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગની ગુણવત્તા પર ફરી પ્રશ્નો ઉઠાવ્યા છે. PCCF જયપાલસિંહે આ માહિતીની પુષ્ટિ કરી છે, પરંતુ મૃતદેહ બે દિવસથી વધુ સમયથી પડ્યો હોવાની ચર્ચાઓ વન વિભાગની કામગીરી પર શંકા ઊભી કરે છે.