અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ
અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ
Published on: 04th June, 2026

ગુજરાતના મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં ઈન્દોર જળકાંડ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારોમાં ૫૦૦ થી ૬૦૦ થી વધુ લોકો ઝાડા-ઉલટી જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ચાર દિવસથી સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી રહી હતી, પરંતુ તંત્ર દ્વારા ફરિયાદને ગંભીરતાથી ન લેવાતાં સ્થિતિ વણસી હતી. કેટલાક લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડ્યા છે.