ફતેપુરામાં ગેસ લાઈનમાં આગ : વેલ્ડિંગ સમયે મીટરમાં શોર્ટ સર્કિટથી તણખા ઉડ્યા, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો.
ફતેપુરામાં ગેસ લાઈનમાં આગ : વેલ્ડિંગ સમયે મીટરમાં શોર્ટ સર્કિટથી તણખા ઉડ્યા, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો.
Published on: 05th August, 2025

વડોદરાના ફતેપુરામાં વેલ્ડિંગ દરમિયાન તણખો પડતા મીટરમાં શોર્ટ સર્કિટ બાદ ગેસ લાઈનમાં આગ લાગી. વડોદરા ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો. શૈલેષભાઈ રાણાના ઘરે વેલ્ડિંગ કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની. સાંકડી ગલી હોવાથી ફાયર એક્સ્ટિગ્યુશર અને ભીના કંતાણથી આગ કંટ્રોલમાં આવી, જાનહાની ટળી, વાયરીંગ બળી ગયું.