Gir Somnathનું પ્રભાસ પાટણ ગામ બંધ, સોમનાથ મંદિર કોરિડોર વિવાદે જોર પકડ્યું.
Gir Somnathનું પ્રભાસ પાટણ ગામ બંધ, સોમનાથ મંદિર કોરિડોર વિવાદે જોર પકડ્યું.
Published on: 05th August, 2025

ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં Somnath મંદિર કોરિડોરના નિર્માણના વિરોધમાં ગામ બંધ રહ્યું. વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો અને અસરગ્રસ્તોએ આવેદનપત્ર આપવાની તૈયારી બતાવી. તંત્ર દ્વારા 384 અસરગ્રસ્તોની મિલકતો સંપાદિત કરવાની કવાયત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી નોટિસ અપાઈ નથી. યોગ્ય વળતર વગર મિલકતો ખાલી કરાવવાના દબાણથી વિવાદ વધ્યો.