ઈણાજમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી: નારી વંદન ઉત્સવમાં મહિલા ખેડૂતોનું સન્માન કરાયું.
ઈણાજમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી: નારી વંદન ઉત્સવમાં મહિલા ખેડૂતોનું સન્માન કરાયું.
Published on: 05th August, 2025

ગીર સોમનાથ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ઈણાજ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી. દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેને નારીશક્તિ માટે ગૌરવપૂર્ણ વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો. રામીબહેને મહિલા સશક્તિકરણમાં PM નરેન્દ્રભાઈ મોદીના યોગદાનની વાત કરી. આઈ.સી.ડી.એસના હીરાબહેને સરકારની યોજનાઓ વિશે માહિતી આપી, મનીષાબહેને 181 મહિલા હેલ્પલાઈનની માહિતી આપી. કાર્યક્રમમાં મહિલા ખેડૂતોને પ્રમાણપત્રોથી સન્માનિત કરાયા.