કારના દરવાજા અને જમીનમાંથી દારૂનો જથ્થો જપ્ત, પોલીસે કાર્યવાહી કરી, 1.44 લાખની મત્તા જપ્ત કરી.
કારના દરવાજા અને જમીનમાંથી દારૂનો જથ્થો જપ્ત, પોલીસે કાર્યવાહી કરી, 1.44 લાખની મત્તા જપ્ત કરી.
Published on: 27th July, 2025

રૂપાપુરા ગામમાં પોલીસે કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. દારૂ આપનાર છોટાઉદેપુરના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો. નંદેશરી પોલીસને માહિતી મળી કે વિનોદ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલે કારના દરવાજામાં દારૂ સંતાડ્યો છે. પોલીસે દરોડો પાડી વિનોદ ગોહિલને ઝડપી પાડ્યો.