પાટણમાં LCBનો વરલી મટકાના જુગારધામ પર દરોડો, મુખ્ય આરોપી ઝડપાયો, 9 વોન્ટેડ, ₹49,870નો મુદ્દામાલ જપ્ત.
પાટણમાં LCBનો વરલી મટકાના જુગારધામ પર દરોડો, મુખ્ય આરોપી ઝડપાયો, 9 વોન્ટેડ, ₹49,870નો મુદ્દામાલ જપ્ત.
Published on: 27th February, 2026

પાટણમાં LCBએ વરલી મટકાના જુગારધામ પર દરોડો પાડી મુખ્ય આરોપી ધવલ રમેશભાઈ ઠક્કરને કેશવ ફ્લેટમાંથી ઝડપ્યો. 9 આરોપી વોન્ટેડ છે. પોલીસે ₹49,870નો મુદ્દામાલ જપ્ત કર્યો. ધવલ તેના ઘરે ટેલિફોન દ્વારા આંક ફરકના વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. પોલીસે સર્ચ વોરંટ મેળવી દરોડો પાડ્યો હતો. તપાસ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ સુરાજીને સોંપવામાં આવી છે.