એકતાનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો સમજાવ્યા.
એકતાનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો સમજાવ્યા.
Published on: 05th August, 2025

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ જનજાગૃતિ માટે એકતા ઓડિટોરિયમ ખાતે પરિસંવાદ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ "પ્રાકૃતિક કૃષિ...પ્રકૃતિના શરણે" વિષય પર સંવાદ કર્યો. તેમણે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, જીવામૃત બનાવવાની રીત, મિત્ર અને શત્રુ કિટકો વિશે માહિતી આપી. દેશી ગાય અને ગૌમૂત્રના ફાયદા વર્ણવ્યા. રસાયણયુક્ત ખેતીના નુકસાન જણાવી, સાત્વિક અન્ન પર ભાર મૂક્યો અને સ્વસ્થ ભારત માટે પ્રાકૃતિક કૃષિને મહત્વપૂર્ણ ગણાવી.