નખત્રાણાના શિક્ષકના માટીના ગણેશ અભિયાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું.
નખત્રાણાના શિક્ષકના માટીના ગણેશ અભિયાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું.
Published on: 05th September, 2025

કચ્છના નખત્રાણાના શિક્ષક વિશાલ જોશીના 'માટીના ગણેશ' અભિયાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. જેમાં બાળકોએ 51 ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવી. વિશાલ જોશી ગામના તળાવમાંથી માટી લાવી વિદ્યાર્થીઓ દ્વારા મૂર્તિઓ બનાવે છે અને વાલીઓ કુદરતી રંગોથી શણગારે છે. આ અભિયાન વિદ્યાર્થીઓને POP મૂર્તિઓથી થતા નુકસાનથી જાગૃત કરે છે અને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાનો ટ્રેન્ડ વધાર્યો છે.