નીમચ-બાંસવાડા-દાહોદ નવી રેલ લાઇન માટે રેલવે મંત્રાલયનું ફાઇનલ સર્વેક્ષણને મંજૂરી, આદિવાસી વિસ્તારોને થશે ફાયદો.
નીમચ-બાંસવાડા-દાહોદ નવી રેલ લાઇન માટે રેલવે મંત્રાલયનું ફાઇનલ સર્વેક્ષણને મંજૂરી, આદિવાસી વિસ્તારોને થશે ફાયદો.
Published on: 27th July, 2025

રેલવે મંત્રાલયે આદિવાસી વિસ્તારોના આર્થિક અને સામાજિક વિકાસ માટે 380 કિલોમીટર લાંબી નીમચ-બાંસવાડા-દાહોદ-નંદુરબાર નવી રેલ લાઇન માટે ફાઇનલ સર્વેક્ષણ અને DPR ને મંજૂરી આપી છે. આ લાઇન બાંસવાડા થઈને દિલ્હી-મુંબઈ માટે નવો રૂટ પ્રદાન કરશે, જે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના શહેરોને લાભ આપશે. બાંસવાડા જિલ્લો ખનિજથી સમૃદ્ધ છે, અને આ લાઇન તાપ્તી સેક્શન દ્વારા દાહોદમાં જોડાશે. આ વિકાસ રોજગારીની તકો વધારશે.