વલસાડમાં ભારે વરસાદ: કપરાડામાં 125 મિમી, ધરમપુરમાં 96 મિમી વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા.
વલસાડમાં ભારે વરસાદ: કપરાડામાં 125 મિમી, ધરમપુરમાં 96 મિમી વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા.
Published on: 27th July, 2025

વલસાડ જિલ્લામાં 24 કલાકમાં કપરાડામાં 125 મિમી અને ધરમપુરમાં 96 મિમી વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમનું લેવલ વધ્યું, 23,189 ક્યુસેટ પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા ખોલાયા અને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું. જિલ્લાના 10 લો-લાઈન રસ્તાઓ બંધ કરાયા છે અને હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.