ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ અને રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ, સ્કૂલો બંધ; હિમાચલમાં NATIONAL HIGHWAY સહિત રસ્તાઓ બંધ.
ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ અને રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ, સ્કૂલો બંધ; હિમાચલમાં NATIONAL HIGHWAY સહિત રસ્તાઓ બંધ.
Published on: 25th August, 2025

હવામાન વિભાગે રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે રાજસ્થાનના 13 જિલ્લાઓ, ઉત્તરાખંડના 7 જિલ્લાઓ, હિમાચલના 4 જિલ્લાઓ અને જમ્મુ વિભાગની સ્કૂલો બંધ રહેશે. હિમાચલમાં ભારે વરસાદને કારણે NATIONAL HIGHWAY સહિત 484 રસ્તાઓ બંધ છે તેમજ મધ્યપ્રદેશમાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે.