નવસારી સબજેલમાં શ્રાવણ માસની ઉજવણી: 40 કેદીઓએ આખો માસ, 84 કેદીઓએ સોમ-ગુરુના ઉપવાસ કર્યા, જેલ તંત્ર દ્વારા ફરાળની વ્યવસ્થા.
Published on: 04th August, 2025
નવસારી સબજેલમાં 319 કેદીઓ શ્રાવણ માસની ભક્તિમાં જોડાયા, જેમાં 40 કેદીઓએ આખો મહિનો અને 84 કેદીઓએ સોમ-ગુરુના ઉપવાસ રાખ્યા. 17 મહિલા કેદીઓમાંથી ચાર મહિલાઓએ આખા માસનો અને નવ મહિલાઓએ સોમવારના દિવસે ઉપવાસ રાખ્યો છે. જેલ તંત્ર દ્વારા ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે, કેદીઓ સવાર-સાંજ શિવ મંદિરમાં દીવો કરી આરતી કરે છે. જેલર કરણસિંહ જાદવના જણાવ્યા અનુસાર, કેદીઓ ભક્તિભાવથી ઉપાસના કરે છે.

Published on: August 04, 2025