દાહોદમાં મેજર ધ્યાનચંદ જયંતિ નિમિત્તે સાયકલ રેલી: કલેક્ટર નિરગુડે દ્વારા 'ફિટ ઇન્ડિયા' અભિયાનનો સંદેશ.
Published on: 31st August, 2025
દાહોદમાં મેજર ધ્યાનચંદની જન્મ જયંતિની ઉજવણીમાં સાયકલ રેલીનું આયોજન કરાયું. આ રેલી 'ફિટ ઇન્ડિયા' મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી. કલેક્ટર નિરગુડેએ છાબ તળાવથી રેલીને લીલી ઝંડી આપી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને છાબ તળાવ ખાતે સમાપ્ત થઈ. કલેક્ટરે સાયકલિંગ દ્વારા મેદસ્વિતા ઘટાડવા અને ફિટનેસ વધારવા પર ભાર મૂક્યો, જેમાં યુવાનો, બાળકો અને વડીલોએ ભાગ લીધો, NCC અને NSSના વિદ્યાર્થીઓ પણ જોડાયા.

Published on: August 31, 2025