પાટણની શેઠ એમ.એન. હાઇસ્કૂલમાં ‘આપણી શાળા આપણું સ્વાભિમાન’ કાર્યક્રમ: 700 વિદ્યાર્થીઓની સ્વચ્છતા અને શિસ્તની પ્રતિજ્ઞા.
Published on: 03rd September, 2025
પાટણની શેઠ એમ.એન. હાઇસ્કૂલમાં 1 સપ્ટેમ્બર, 2025ના રોજ ‘આપણી શાળા આપણું સ્વાભિમાન’ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાપ્રેમ, શિસ્ત, સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. 700થી વધુ વિદ્યાર્થીઓએ શાળાને સ્વચ્છ અને શિસ્તબદ્ધ રાખવાની પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમ શાળાને સંસ્કારોનું તીર્થસ્થાન બનાવવા તરફનું એક પગલું છે અને રાષ્ટ્રીય જવાબદારી નિભાવવાની પ્રેરણા આપે છે. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા ગીતાબેન પરમારે કર્યું.

Published on: September 03, 2025