બોટાદ: 150 પોલીસકર્મીની આંતરિક બદલી, ત્રણ વર્ષથી એક જ સ્ટેશનમાં ફરજ બજાવતાં કર્મચારીઓનો સમાવેશ.
બોટાદ: 150 પોલીસકર્મીની આંતરિક બદલી, ત્રણ વર્ષથી એક જ સ્ટેશનમાં ફરજ બજાવતાં કર્મચારીઓનો સમાવેશ.
Published on: 07th February, 2026

બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા 150 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જે કર્મચારીઓ ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેમની બદલી કરાઈ છે. ગઢડા, બોટાદ, Rural, રાણપુર, બરવાળા, ઢસા અને પાળીયાદ સહિતના પોલીસ સ્ટેશનોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બદલી પાછળ વહીવટી કારણો પણ જવાબદાર છે. તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક નવી ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે.