સાળંગપુર હનુમાનજીને મિક્સ ફૂલોનો શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો.
સાળંગપુર હનુમાનજીને મિક્સ ફૂલોનો શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો.
Published on: 07th February, 2026

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવને એમ્બ્રોઇડરી વર્ક અને ફુલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવાયા અને ઓર્કિડ-સેવંતીના મિક્સ ફુલોનો શણગાર કરાયો હતો. સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી. મારુતિ યજ્ઞનું આયોજન થયું હતું. હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો.