AMCમાં વહીવટદાર શાસન નિશ્ચિત: 9 માર્ચે પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ.
AMCમાં વહીવટદાર શાસન નિશ્ચિત: 9 માર્ચે પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ.
Published on: 07th February, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રતિનિધિઓની ટર્મ 9 માર્ચે પૂર્ણ થશે. ચૂંટણી જાહેર ન થતાં AMCમાં વહીવટદાર શાસન લાગુ થવાની સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થશે. વહીવટદાર શાસન દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીની સત્તાઓ મ્યુનિસિપલ કમિશનર પાસે રહેશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે AMCમાં 3-4 મહિના માટે મહિલા વહીવટદારની નિમણૂક થઈ શકે છે. AMCમાં અગાઉ 7 વખત વહીવટદાર શાસન રહ્યું છે.