સુરતમાં દિવાળી માટે સ્વદેશી મેળો: 1 કિમીના રોડ પર 125 સ્ટોલ. Central Mallથી ડુમસ રોડ Y જંક્શન સુધી ખરીદી.
સુરતમાં દિવાળી માટે સ્વદેશી મેળો: 1 કિમીના રોડ પર 125 સ્ટોલ. Central Mallથી ડુમસ રોડ Y જંક્શન સુધી ખરીદી.
Published on: 13th October, 2025

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા દિવાળી પહેલાં 'સ્વદેશી મેળા'નું આયોજન કરાયું છે. ડુમસ રોડ પર એક કિમીના રોડ પર આ મેળાનું આયોજન થયુ છે, જેમાં ભારત સરકારની 'વોકલ ફોર લોકલ' જેવી યોજનાઓને સમર્થન આપવાનો હેતુ છે. 125 સ્ટોલમાં હાથ બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે.