ગોવા પર્પલ ફેસ્ટિવલ 2025: સાબરકાંઠાની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનો ગરબો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
ગોવા પર્પલ ફેસ્ટિવલ 2025: સાબરકાંઠાની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનો ગરબો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
Published on: 12th October, 2025

સાબરકાંઠા-અરવલ્લીની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ગોવાના INTERNATIONAL પર્પલ ફેસ્ટિવલ 2025માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. રાષ્ટ્રીય અંધજન મંડળની દીકરીઓએ પારંપરિક ગરબાથી ગુજરાતનું ગૌરવ વધાર્યું. અલ્પાબેન ચોથાણીના કોરિયોગ્રાફી હેઠળ, 'હે મુને ઢોલે રમવા' જેવા પ્રાચીન ગરબા રજૂ કર્યા. દૃષ્ટિ વગર પણ આત્મવિશ્વાસથી ભરેલા તેમના પ્રદર્શને સૌને મંત્રમુગ્ધ કર્યા. ફેસ્ટિવલમાં તેમને માન-સન્માન મળ્યા. સાબરકાંઠા અંધજન મંડળે સંપૂર્ણ જવાબદારી ઉઠાવી.