વલસાડમાં તાંત્રિક વિધિથી 2.15 લાખની છેતરપિંડી: 5 કરોડની લાલચ આપી નકલી નોટો પકડાવી.
વલસાડમાં તાંત્રિક વિધિથી 2.15 લાખની છેતરપિંડી: 5 કરોડની લાલચ આપી નકલી નોટો પકડાવી.
Published on: 03rd November, 2025

વલસાડના ખુંટેજમાં તાંત્રિક વિધિના નામે રૂ. 2.15 લાખની છેતરપિંડી થઈ; આરોપીએ 5 કરોડની લાલચ આપી હતી. ફરિયાદીને અનવરભાઈએ તાંત્રિક વિધિથી પૈસા બનાવવાની લોભામણી લાલચ આપી, “મટીરીયલ્સ” અને “વિધિ પૂર્ણ” કરવાના બહાને રૂ. 2,15,000 પડાવ્યા, અને પછી નકલી નોટો પધરાવી ફરાર થઈ ગયો. આ અંગે ફરિયાદ નોંધાઈ છે.