ચોટીલામાં આંગણવાડીના અનાજનું કૌભાંડ ઝડપાયું.
ચોટીલામાં આંગણવાડીના અનાજનું કૌભાંડ ઝડપાયું.
Published on: 01st August, 2025

સુરેન્દ્રનગરમાં ચોટીલાની આંગણવાડીમાં બાળકો માટે આવતું સરકારી અનાજ સગેવગે થતું હોવાની ફરિયાદ મળી. આંગણવાડી નં-૯ની મહિલા સંચાલિકા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તંત્રએ તપાસ કરી બે લોકો વિરુદ્ધ ગુનો નોંધી, સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. ગોલીડાની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ગેરરીતિ થતા સંચાલકને તાત્કાલિક છુટ્ટા કરાયા.