આચાર્ય ધર્મભાઇ પટેલના 6 સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત
આચાર્ય ધર્મભાઇ પટેલના 6 સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત
Published on: 29th March, 2026

ભાવનગર સ્વામિનારાયણ ગુરુકુલના આચાર્ય પટેલ ધર્મકુમાર બટુકભાઈએ એક સાથે 6 સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરાવ્યા. તેમણે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પેપર રજૂ કર્યા, જેનું આયોજન સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલિતાણામાં થયું હતું. તેમના પેપર IJIRT અને વ્યૂ ઓન સ્પેસ : ઇન્ટરનેશનલ મલ્ટીડિસિપ્લિનરી જર્નલ ફોર એપ્લાઇડ રિસર્ચમાં પ્રકાશિત થયા છે. જેમાં નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુરુકુલ શિક્ષણ પદ્ધતિનું આધુનિક શિક્ષણમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.