મહેસાણામાં 95% ઉનાળુ વાવેતર પૂર્ણ.
મહેસાણામાં 95% ઉનાળુ વાવેતર પૂર્ણ.
Published on: 29th March, 2026

ઉત્તર ગુજરાતમાં વાતાવરણ બદલાવા છતાં મહેસાણાના ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં ઉત્સાહ દાખવ્યો. જિલ્લામાં 95% વાવેતર પૂર્ણ થયું, જેમાં 42,961 હેક્ટર જમીન આવરી લેવાઈ છે. પશુપાલનને ધ્યાનમાં રાખીને 26,000 હેક્ટરથી વધુ જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું છે, જ્યારે બાજરીનું વાવેતર 9,807 હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત મગફળી અને શાકભાજીનું પણ વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વાતાવરણમાં પલટા છતાં ખેતી સારી ચાલી રહી છે.