વલસાડ SOG દ્વારા રૂ. 5.34 લાખના એક્સપ્લોઝીવ જપ્ત, ભીલાડમાંથી ગેરકાયદેસર મુદ્દામાલ સાથે એક વ્યક્તિ પકડાયો.
વલસાડ SOG દ્વારા રૂ. 5.34 લાખના એક્સપ્લોઝીવ જપ્ત, ભીલાડમાંથી ગેરકાયદેસર મુદ્દામાલ સાથે એક વ્યક્તિ પકડાયો.
Published on: 04th December, 2025

વલસાડમાં SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક્સપ્લોઝીવના ગેરકાયદેસર ઉત્પાદન સામે ઝુંબેશ ચલાવાઈ. SOG ટીમે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ગણપત રબારી નામના ઈસમને રૂ. 5,34,970ના એક્સપ્લોઝીવ સામાન સાથે ઝડપી પાડ્યો. જેમાં 75 ઇલેક્ટ્રિક ડિટોનેટર અને 269 જિલેટીન સ્ટિક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભીલાડ પોલીસ સ્ટેશનમાં BNS એક્ટ 2023 હેઠળ ગુનો નોંધાયો.