બ્લેક થાર, યોગગુરુના વેશમાં ફેક કરન્સીનો કિંગપિન: 15 ફૂટ ઉંચી દીવાલ, હાઇટેક ઓફિસમાં સિતાર અને તલવાર.
બ્લેક થાર, યોગગુરુના વેશમાં ફેક કરન્સીનો કિંગપિન: 15 ફૂટ ઉંચી દીવાલ, હાઇટેક ઓફિસમાં સિતાર અને તલવાર.
Published on: 20th March, 2026

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડથી વધુની બનાવટી નોટો સાથે 7 શખ્સોને પકડ્યા. આ નોટો સુરતમાં બની હતી. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા હેરાફેરી થતી. પ્રદીપ ગુરુજીના આશ્રમની ચારે બાજુ 15 ફૂટ ઊંચી દીવાલો છે. અંદર લક્ઝરી ગાડીઓ, અશ્વશાળા, આધુનિક ઓફિસ છે જ્યાં ફેક કરન્સીનું ષડયંત્ર રચાતું. તેના રૂમમાં સિતાર અને તલવાર મળી. રાત્રે યુવતીઓની અવરજવર થતી. આયુર્વેદિક સારવારના નામે નકલી નોટો છાપવામાં આવતી.