અમદાવાદના SG હાઈવે પર ડમ્પર ચાલકનો ફિલ્મી પીછો
અમદાવાદના SG હાઈવે પર ડમ્પર ચાલકનો ફિલ્મી પીછો
Published on: 04th June, 2026

અમદાવાદના SG હાઈવે પર બેફામ દોડતા ડમ્પર ચાલકે એક મહિલા કારચાલકને ટક્કર માર્યા બાદ ડીવાઈડર કૂદાવી નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવા છતાં ડમ્પરચાલક ભાગતો રહ્યો, જેના પગલે ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે પોલીસે પીછો કરી ડમ્પરચાલકને ઝડપી પાડ્યો. જગતપુર ચાર રસ્તા પાસે થયેલા આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે ડમ્પરચાલક વેલારામ કલાસુઆ વિરુદ્ધ BNS અને MV Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.