ત્રણ ગણા વળતરની લાલચ: વેપારી પાસેથી રૂ.61.73 લાખની છેતરપિંડી
ત્રણ ગણા વળતરની લાલચ: વેપારી પાસેથી રૂ.61.73 લાખની છેતરપિંડી
Published on: 09th September, 2026

ત્રણ ગણા વળતરની લાલચ આપી સોમા તળાવ વિસ્તારના કરિયાણા વેપારી પાસેથી રૂ.61.73 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. નાથારામ ઓગળરામ ચૌધરીની ફરિયાદ પરથી કપૂરાઈ પોલીસે રાજસ્થાનના દિલીપ આસારામ ચૌધરી અને લલિત ચમનારામ પ્રજાપતિ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આરોપીઓએ નાથારામને રોકાણ યોજનામાં પૈસા રોકવા કહી એક મહિનામાં ત્રણ ગણા વળતરની લાલચ આપી હતી. કુલ રૂ.65,43,145 ટ્રાન્સફર કરાવ્યા બાદ, માત્ર રૂ.3.70 લાખ પરત આપી બાકીના નાણાં પરત આપ્યા ન હતા.