દ્વારકામાં વરસાદના અભાવે 30 વીઘા મગફળી પર ફરી વળ્યું ટ્રેક્ટર
દ્વારકામાં વરસાદના અભાવે 30 વીઘા મગફળી પર ફરી વળ્યું ટ્રેક્ટર
Published on: 09th September, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના લાંબા સમયથી ખેંચાણને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના એક ખેડૂતે વરસાદના અભાવે મગફળીનો ઉભો પાક સુકાઈ જતાં પોતાના 30 વીઘા ખેતરમાં વાવેલી મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. છેલ્લા બે મહિનાથી વરસાદ ન વરસવાને કારણે પાક સંપૂર્ણપણે નાશ પામતાં ખેડૂતોમાં આક્રોશ અને ચિંતાનો માહોલ છે. ખેડૂતોએ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક આર્થિક રાહત પેકેજ આપવાની માંગ કરી છે.