પ્રેમસંબંધની અદાવતમાં વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ
પ્રેમસંબંધની અદાવતમાં વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ
Published on: 04th June, 2026

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં પ્રેમસંબંધની જૂની અદાવત રાખીને એક 27 વર્ષીય વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. યુવતીના પતિએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળીને યુવકને અજીત મીલ ચાર રસ્તા પાસેથી જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધો હતો અને છેક બાલાસિનોર લઈ જઈ નિર્દયતાપૂર્વક ફટકાર્યો હતો. આ મામલે ભોગ બનનારે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.