દબાણ દૂર: મુક્તાનંદ ત્રણ રસ્તાનાં દબાણ હટાવાયાં, 4 ટ્રક સામાન જપ્ત.
દબાણ દૂર: મુક્તાનંદ ત્રણ રસ્તાનાં દબાણ હટાવાયાં, 4 ટ્રક સામાન જપ્ત.
Published on: 20th March, 2026

વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા પાલિકા દ્વારા મોટા રસ્તાઓની સફાઈ, સમારકામ અને ડિવાઈડર ક્લીનિંગ કરાઈ. કારેલીબાગ ચારભૂજા કોમ્પ્લેક્સથી મુક્તાનંદ ત્રણ રસ્તા સુધી દબાણ હટાવાયું. વોર્ડ 7 અને દબાણ શાખાની ટીમે વન વોર્ડ-વન રોડ અંતર્ગત સફાઈ અભિયાન ચલાવ્યું. લારી-ગલ્લા, શેડનાં દબાણો હટાવાયાં, રોડ સાફ કરાયો, ડિવાઈડર ધોવાયાં અને 4 ટ્રક સામાન જપ્ત કરાયો. દક્ષિણ અને ઉત્તર ઝોનમાં આશરે 58 Roadsની સફાઈ થઈ.