Google પર Customer Care નંબર શોધતા પહેલાં સાવધાન રહો, છેતરપિંડી થઈ શકે છે.
Google પર Customer Care નંબર શોધતા પહેલાં સાવધાન રહો, છેતરપિંડી થઈ શકે છે.
Published on: 17th December, 2025

એક સીનિયર સિટીઝન સાથે થયેલી છેતરપિંડીની વાત. બેંક લોન માટે Google પરથી કસ્ટમર કેર નંબર શોધ્યો, જેના કારણે એક APK ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું અને ₹5 લાખનું નુકસાન થયું. Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવાથી અને અજાણી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી બચો. સાયબર અપરાધીઓ Google Ads અને SEOનો ઉપયોગ કરીને નકલી નંબર મૂકે છે. ફ્રોડ થાય તો તરત જ બેંકને જાણ કરો, પોલીસ ફરિયાદ કરો અને cybercrime.gov.in પર રિપોર્ટ કરો.