હિંમતનગરમાં લેબોરેટરી પાસેથી બાઈક ચોરી, CCTV ફૂટેજ મળ્યા
હિંમતનગરમાં લેબોરેટરી પાસેથી બાઈક ચોરી, CCTV ફૂટેજ મળ્યા
Published on: 04th June, 2026

હિંમતનગરમાં RPF પોલીસ સ્ટેશન પાછળ બંસી પેથોલોજી લેબોરેટરી સામેથી એક બાઈકની ચોરી થઈ છે. ગત 2 જૂનની રાત્રે આશરે 2 વાગ્યે બે અજાણ્યા યુવાનોએ પાર્ક કરેલું બાઈક ચોરી કર્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. સવારે બાઈક માલિક સતીષભાઈને બાઈક ન મળતા તેમણે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.