વડોદરાના અલકાપુરીના ટ્રિનિટી કેફેમાં ઇડલી-સંભારમાંથી માખી નીકળી
વડોદરાના અલકાપુરીના ટ્રિનિટી કેફેમાં ઇડલી-સંભારમાંથી માખી નીકળી
Published on: 09th September, 2026

વડોદરાના અલકાપુરી સ્થિત ટ્રિનિટી કેફે ખાણીપીણીની સ્વચ્છતાને લઈને ચર્ચામાં આવ્યું છે. એક ગ્રાહકે ઓર્ડર કરેલા સંભારમાંથી માખી નીકળતાં તેણે કેફે મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. આ ઘટનાનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તે વાયરલ થયો છે. આ વીડિયોથી ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતાના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. ખોરાક શાખા દ્વારા તપાસ થવા છતાં આવી ઘટનાઓ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. ગ્રાહકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી બન્યા છે.