દમણમાં હાથ-પગ બાંધી લઈ જવાતો શખ્સનો વીડિયો વાયરલ
દમણમાં હાથ-પગ બાંધી લઈ જવાતો શખ્સનો વીડિયો વાયરલ
Published on: 09th September, 2026

દમણના કચીગામમાં એક વ્યક્તિના હાથ-પગ દોરડાથી બાંધી ટોઈંગ વાહનમાં લઈ જવાતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. આ મામલે દીવ-દમણના સાંસદ ઉમેશ પટેલે દમણના પોલીસવડાને તપાસ કરી કાયદો હાથમાં લેનાર સામે પગલાં ભરવા જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટોઈંગ કર્મચારીઓ વાહન હટાવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સે માથાકૂટ કરી વાહનના કાચ પર પથ્થરમારો કર્યો હતો. તેને પોલીસ મથકે લઈ જવા માટે આ રીતે બાંધવામાં આવ્યો હતો.