શિક્ષણ વિભાગની મંજૂરીના અભાવે 61 હજાર વિદ્યાર્થીઓનો PTC પ્રવેશ અધ્ધરતાલ
શિક્ષણ વિભાગની મંજૂરીના અભાવે 61 હજાર વિદ્યાર્થીઓનો PTC પ્રવેશ અધ્ધરતાલ
Published on: 09th September, 2026

ગુજરાતમાં 61,536 વિદ્યાર્થીઓનો PTC પ્રવેશ શિક્ષણ વિભાગની મંજૂરીના અભાવે અટવાયો છે. ગત વર્ષે પ્રવેશના મુદ્દે થયેલા વિવાદને કારણે આ વર્ષે પ્રક્રિયા ધીમી પડી છે. પ્રવેશ સમિતિએ કોલેજોની યાદી શિક્ષણમંત્રીને મંજૂરી માટે મોકલી છે, પરંતુ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓ ચિંતિત છે. 65,000 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 247 કોલેજોએ દરખાસ્ત કરી હતી, જેમાં કેટલીક કોલેજોમાં NCTE મંજૂરી કે વર્ગ સંખ્યાની વિસંગતતાઓ જોવા મળી રહી છે. આ કારણોસર મંજૂરીમાં વિલંબ થઈ રહ્યો છે.