Bihar Assembly Election: ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત, મહિલાઓને 35 ટકા અનામત મળશે
Bihar Assembly Election: ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત, મહિલાઓને 35 ટકા અનામત મળશે
Published on: 08th July, 2025

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં CM નીતિશ કુમારે બિહારની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. બિહારની મૂળ નિવાસી મહિલાઓને તમામ સરકારી સેવાઓમાં 35% અનામત મળશે. આ અનામત તમામ પ્રકારની સરકારી નોકરીઓમાં લાગુ પડશે. વધુમાં, યુવાઓને રોજગારીની વધુ તકો આપવા માટે બિહાર યુવા આયોગની રચના કરવામાં આવશે. આ આયોગ યુવાઓની સ્થિતિમાં સુધારો લાવવા માટે સરકારને સલાહ આપશે અને સરકારી વિભાગો સાથે coordinate પણ કરશે. કેબિનેટે બિહાર યુવા આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે.