ચોમાસુ સત્ર: રાજ્યસભામાં "ઓપરેશન સિંદૂર" પર ચર્ચા, જયશંકર શરૂ કરશે, શાહ સમાપન ભાષણ આપી શકે છે.
ચોમાસુ સત્ર: રાજ્યસભામાં "ઓપરેશન સિંદૂર" પર ચર્ચા, જયશંકર શરૂ કરશે, શાહ સમાપન ભાષણ આપી શકે છે.
Published on: 30th July, 2025

સંસદના ચોમાસુ સત્રના આઠમા દિવસે રાજ્યસભામાં "ઓપરેશન સિંદૂર" પર ચર્ચા થશે. સૂત્રો મુજબ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ચર્ચા શરૂ કરશે, જેપી નડ્ડા પણ બોલશે અને ગૃહમંત્રી અમિત શાહ સમાપન ભાષણ આપી શકે છે. મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ચર્ચા શરૂ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આક્ષેપો કર્યા હતા. PM મોદીએ કહ્યું કે પાકિસ્તાનના DGMOએ હુમલો રોકવા વિનંતી કરી હતી.