Bharat Bandh: 9 જૂલાઈએ છે ભારત બંધ, જાણો કોણે ક્યું છે આ એલાન અને શું બંધ રહેશે?
Published on: 08th July, 2025
દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 9 જૂલાઈએ ભારત બંધનું એલાન કર્યું છે. આ બંધ શ્રમિક અને ખેડૂત સંગઠનો તેમજ સરકાર વિરોધી સંગઠનો દ્વારા સરકારની નીતિઓ સામે વિરોધ દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. યુનિયનોનો આરોપ છે કે સરકાર કામદારોના અધિકારોને નબળા પાડતા આર્થિક અને શ્રમ સુધારાઓ કરી રહી છે. આ બંધનું કારણ કામદારોની સલામતીને નુકસાન પહોંચાડતી શ્રમ નીતિઓ, બેરોજગારી, મોંઘવારી, અને જાહેર સેવાઓમાં કાપ છે. AITUC, INTUC, CITU જેવા સંગઠનો તેમજ ખેડૂત જૂથો અને રેલ્વે કર્મચારીઓ પણ આ બંધમાં જોડાયા છે. કર્મચારીઓની માંગ છે કે ચાર શ્રમ સંહિતા પર પ્રતિબંધ મૂકવામાં આવે અને યુવાનો માટે નોકરીની તકો વધારવામાં આવે. ભારત બંધને કારણે બેન્કિંગ, ટપાલ, કોલસા ખાણકામ જેવી સેવાઓ ખોરવાશે.

Published on: July 08, 2025