Weather News: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
Weather News: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
Published on: 07th August, 2025

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને ભારે વરસાદની શક્યતા નહિવત છે, એવું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, અને અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ વરસ્યો છે અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.