Morbi News: CIDએ સાગર ફુલતરીયાની બોગસ ખાતેદાર કેસમાં ધરપકડ કરી, કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
Morbi News: CIDએ સાગર ફુલતરીયાની બોગસ ખાતેદાર કેસમાં ધરપકડ કરી, કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
Published on: 04th August, 2025

મોરબીના બોગસ ખાતેદાર ખેડૂત કેસમાં CID દ્વારા સાગર ફુલતરીયાની ધરપકડ થઈ. જમીન કૌભાંડમાં સંડોવણી બદલ CIDએ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા. કોર્ટે 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કર્યા. આ કેસમાં અન્ય લોકોના નામ પણ બહાર આવવાની શક્યતા છે. સાગર ફુલતરીયા વજેપર સર્વે નં 602ના જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી છે. આ અગાઉ તલાટીની ધરપકડ થઈ હતી.