વેપારીને સોનાની ચેઇનના નામે ઠગાઇ: 120 ગ્રામના બદલે નકલી ચેઇન પધરાવી ₹6 લાખ પડાવ્યા, ફરિયાદ નોંધાઈ.
વેપારીને સોનાની ચેઇનના નામે ઠગાઇ: 120 ગ્રામના બદલે નકલી ચેઇન પધરાવી ₹6 લાખ પડાવ્યા, ફરિયાદ નોંધાઈ.
Published on: 27th July, 2025

અમદાવાદના ચાંદખેડામાં વેપારીને બે શખ્સોએ 120 ગ્રામ સોનાની ચેઇનના બહાને ₹6 લાખની છેતરપિંડી કરી. વેપારીએ ચેઇન સોનીને બતાવતા તે નકલી નીકળી. ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. ગોવારામને બે અજાણ્યા શખ્સોએ 120 ગ્રામ સોનાની ચેઇન વેચવાનું કહ્યું અને વૈષ્ણોદેવી સર્કલ પાસે ₹6 લાખમાં પીળી ધાતુની ચેઇન પધરાવી દીધી. Contact કરવાનો પ્રયાસ કરતાં ફોન બંધ આવતા ફરિયાદ નોંધાવી.