સૈયારા જોઈ લેક્ચરર રૂમમાં પુરાઈ: મિત્રતા યાદ આવતા ડિપ્રેશન, પરિવારે 181 પર કોલ કર્યો.
સૈયારા જોઈ લેક્ચરર રૂમમાં પુરાઈ: મિત્રતા યાદ આવતા ડિપ્રેશન, પરિવારે 181 પર કોલ કર્યો.
Published on: 27th July, 2025

બોલિવૂડની ફિલ્મ સૈયારાની યુવાધન પર અસર: મેડિકલ કોલેજના લેક્ચરર સૈયારા જોયા બાદ રૂમમાં પુરાઈ ગયા. યુવતીને યુવક સાથેની મિત્રતા યાદ આવતા તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી, પરિવારે 181 હેલ્પ લાઈન પર કોલ કર્યો. અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી ફિલ્મ અને વાસ્તવિક જીવનની અલગતા સમજાવી, યુવતીને ડિપ્રેશનમાંથી બહાર કાઢી. ટીમે સંબંધોમાં વાતચીતનું મહત્વ સમજાવ્યું.