હિંમતનગર: રાયગઢમાં વૈજનાથ મહાદેવને શ્રાવણમાં રંગોળીથી અર્ધ શિવ પ્રતિમાનો શણગાર.
હિંમતનગર: રાયગઢમાં વૈજનાથ મહાદેવને શ્રાવણમાં રંગોળીથી અર્ધ શિવ પ્રતિમાનો શણગાર.
Published on: 27th July, 2025

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ભક્તિમય ઉજવણી થઈ. શ્રાવણના ત્રીજા દિવસે દાદાને અદભુત શણગાર કરાયો, જેમાં 6 KG કાળા રંગની રંગોળી, બીલીપત્ર અને ગુલાબના ફૂલ વપરાયા. અર્ધ શિવ પ્રતિમાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. શ્રાવણ માસમાં ભગવાન શિવની વિશેષ આરાધનાનું મહત્વ છે.