શિયાળુ પાકનું વેચાણ શરૂ: સિંગપાક, તલસાની, ખજૂરપાક બજારમાં છવાઈ, વેપારીઓએ ભાવ યથાવત રાખ્યો.
શિયાળુ પાકનું વેચાણ શરૂ: સિંગપાક, તલસાની, ખજૂરપાક બજારમાં છવાઈ, વેપારીઓએ ભાવ યથાવત રાખ્યો.
Published on: 01st December, 2025

ભાવનગરમાં શિયાળાની શરૂઆત થતાં જ બજારોમાં પરંપરાગત શિયાળુ ખાદ્યચીજોનું વેચાણ શરૂ થયું છે. કાચા માલના ભાવો વધવા છતાં વેપારીઓએ નફો ઘટાડીને ગયા વર્ષના ભાવે વેચાણ ચાલુ રાખ્યું છે. લોકો તલસાની, સિંગ બરફી અને અડદિયાની વધુ ખરીદી કરી રહ્યા છે. તેલ ઘાણીમાંથી તૈયાર થતી સાનીની ખુબ બોલબાલા છે. ભાવનગરની પેઢી દર પેઢી ચાલ્યા આવતા સાનીના વેપારમાં આજે પણ લોકોમાં તેલઘાણીની સાનીની માગ સૌથી વધુ જોવા મળી રહી છે. વેપારીઓ દ્વારા સિંગપાક 200 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. આ વખતે મંદીનો માહોલ છે.