ભારતની આગેવાની હેઠળ એશિયાનો ઉત્પાદન PMI ૧૪ મહિનાની ટોચે
ભારતની આગેવાની હેઠળ એશિયાનો ઉત્પાદન PMI ૧૪ મહિનાની ટોચે
Published on: 06th November, 2025

વૈશ્વિક વેપાર તાણ અને અનિશ્ચિતતા વચ્ચે પણ ચીન-જાપાનને બાદ કરતાં એશિયાનો ઉત્પાદન ક્ષેત્રનો 'Purchasing Managers' Index' (PMI) ઓક્ટોબરમાં 52.70 સાથે 14 મહિનાની ટોચે પહોંચ્યો છે. ભારત, થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોની આગેવાની હેઠળ વૈશ્વિક સ્તરે ઉત્પાદન ક્ષેત્રે વધારો થયો છે, જેમાં ભારત મોખરે છે.