ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: ભારત પર અમેરિકાની આયાત ડ્યુટી વધારવાની જાહેરાત.
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: ભારત પર અમેરિકાની આયાત ડ્યુટી વધારવાની જાહેરાત.
Published on: 01st August, 2025

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણા ચાલી રહી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારતે અમેરિકામાં થતી નિકાસ પર 25% ડ્યુટી ચૂકવવી પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઊંચા ટેરિફ અને ઓછા વેપાર અંગે જુના મુદ્દાઓ દોહરાવ્યા. વધુમાં, ભારત રશિયા પાસેથી તેલ આયાત કરે છે અને તેના માટે તેને દંડ પણ ચૂકવવો પડશે, જોકે દંડનો અર્થ સ્પષ્ટ નથી.